રવિવાર, 19 મે, 2013

કેલેન્ડર

[1] ‘પંચાગ’ એટલે શું ?



જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પાંચ અંગોની માહિતી આપવામાં આવી હોય એને પંચાગ કહે છે. તે પરથી શુભ-અશુભ મૂહુર્તો, યોગો વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી શકાય છે.




[2] અધિક માસ કેમ આવે ?


ચાંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં 10 દિવસ 21 કલાક અને 20 મિનિટ 35 સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને 30 દિવસનો થવા આવે ત્યારે એક ચાંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે. આ વધારેલા માસને અધિક માસ કહે છે.






ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્રમાસ 30 દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્રમાસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. આ વર્ષે પ્રથમ જ્યેષ્ઠ અધિક માસ છે.




[3] પંચક અને મડાપંચક એટલે શું ?


કુંભના ચંદ્રથી શરૂ કરીને મીનના ચંદ્ર ઉતરતા સુધીના દિવસોને પંચક કહેવાય. ઘનિષ્ઠા નક્ષત્રથી રેવતી સુધીના નક્ષત્રોને પંચક કહેવામાં આવે છે. નવું મકાન બાંધવું, બળતણ લેવું, અગ્નિદાહદેવો, ઉત્તરક્રિયા કરવી, શૈયાદાન વગેરે તમામ કાર્યો તેમજ દક્ષિણ દિશાની મુસાફરી વગેરે પંચકમાં ન કરવું. વૈશાખ વદમાં જે દિવસે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં આવે છે તે દિવસથી 9 મે દિવસે રોહિણી નક્ષત્રમાં આવે છે. આ નવ દિવસના પંચકને (બાકી આમ તો પંચક 5 દિવસ જ હોય) મડાપંચક એટલે કે ઘનિષ્ઠાવક પણ કહે છે. મડાપંચકમાં પણ શુભ કામ કરવા ઈચ્છનીય નથી.




[4] કમૂરતાં કયા થી કયા સમય દરમિયાન હોય ?


ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન, તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમૂરતાં કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામક્ષેત્રમાં હોવાથી કમૂરતાંની ગણના કરવાની રહેતી નથી.




[5] ક્યા એવા અત્યંત શુભ દિવસો છે કે જેમાં પંચાગ જોવાની પણ જરૂર રહેતી નથી ?


ખાસ કરીને ચૈત્ર સુદ -1 એટલે કે ગુડીપડવો, અક્ષય તૃતિયા, વિજયાદશમી અને કારતક સુદ-1 (બેસતુ વર્ષ) આ ચાર મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવા માટે પંચાંગ શુદ્ધિ જોવાની આવશ્યકતા નથી.




[6] વિંછુડો એટલે શું ?


હિન્દુઓમાં વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે સવા બે દિવસનો સમય વિંછુડો કહેવાય છે. આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે. ઈસ્લામમાં વિંછુડાને ‘કમરદર અકરબ’ કહેવાય છે. આ વિંછુડાના દિવસો દરમિયાન તેઓ લગ્ન અથવા મુસાફરી કરવાનું યોગ્ય ગણતા નથી.




[7] તિથિ ની રચના કેવી રીતે થાય છે ?


સૂર્ય ચંદ્રનો ભોગ સરખો થાય ત્યારે અમાવાસ્યાનો અંત ગણાય છે. સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વિશેષ ઝડપી હોવાથી સૂર્યથી આગળ ચંદ્ર જાય છે. આમ બંને વચ્ચે બાર અંશ અંતર પડવાને જે કાળ લાગે છે તેને તિથિ કહેવામાં આવે છે. એક ચાંદ્રમાસમાં (360/12 = 30) 30 તિથિ થાય છે. અત્રે ખાસ યાદ રાખવું કે તિથિ બદલાવાનો સમય જુદો જુદો હોય છે, પણ વાર કોઈ દિવસ મધ્યરાત્રીએ બદલાતા નથી. મધ્યરાત્રિએ માત્ર અંગ્રેજી તારીખ જ બદલાય છે. વાર સવારે સૂર્યોદય પછી જ બદલાય છે. જો આજે ગુરૂવાર હોય તો આવતી કાલના સૂર્યોદય પછી જ શુક્રવાર બેસે છે.




[8] નક્ષત્ર એટલે શું ? તે કેટલા છે ?


800 કળાએ 13 અંશ 20 કળાનો એક ભાગ – આ પ્રમાણે નક્ષત્ર મંડળના 27 ભાગ કરી તે પ્રત્યેક નક્ષત્રભાગ અને તે ભાગને ભોગવવામાં ચંદ્રને જે કાળ લાગે છે તેને નક્ષત્ર કહે છે. નક્ષત્ર 27 છે. જેના નામ આ મુજબ છે : અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરા ષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા(શતતારા), પૂર્વભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી.




[9] યાત્રા-પ્રવાસ માટે કઈ તિથિઓ, નક્ષત્ર અને વાર શુભ ગણાય ?


તીર્થયાત્રા- પરદેશગમનને યાત્રા કહેવાય છે. સુદ 1, 4, 6, 9, 12, 14, 15 અને અમાસ નો ત્યાગ કરવો. અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી યાત્રા વગેરે માટે શુભ નક્ષત્રો છે. ભરણી, કૃતિકા, આદ્રા, આશ્લેષા, મઘા, સ્વાતિ, ચિત્રા, વિશાખા, પૂ.ભા. અને જન્મનક્ષત્ર ત્યાગવું. બાકીના 9 નક્ષત્રો મધ્યમ છે. સોમ, ગુરુ અને શુક્રવાર શુભ ગણાય.




[10] વર્ષ કેટલા પ્રકારના છે ?


હિન્દુસ્તાનમાં વિક્રમસંવત ત્રણ પ્રકારે છે. ઉત્તર હિંદુસ્તાનમાં ચૈત્ર માસથી, કચ્છ હાલારમાં અષાઢ માસથી અને ગુજરાત કાઠિયાવાડના પ્રદેશોમાં કારતક માસથી વર્ષ બદલાય છે. મહાવીર સંવત જૈન લોકોમાં હોય છે જે કારતક સુદ 1 થી જ શરૂ થાય છે. અંગ્રેજી પ્રમાણે ઈસ્વીસન જાન્યુઆરી 1 થી શરૂ થાય છે. 

ઉત્તરાયણ વિષે અવનવું


ઉત્તરાયણ પછીનું મૃત્યુ મંગલમય ગણાય છે. કહેવાય છે કે ઈચ્છામૃત્યુને વરેલા ભીષ્મપિતામહે બાણશૈયા પર પોતાનું મૃત્યુ ઉત્તરાયણના આગમનની રાહ જોવા ચોપ્પન દિવસ સુધી અટકાવી રાખ્યું હતું.
મકર સંક્રાંતિ પહેલાનો એક મહિનો ધનુરમાસ તરીકે ઓળખાય છે. આજે પ્રભુને ‘ખીચડો’ ધરાવવામાં આવે છે.
લોકો ધાબા પર સવારથી ધાબે ચઢીને પતંગ ચગાવે છે. આમ ઠંડીમાં ઘરમાં ઠંઠવાઈને બેસેલા બધા બહાર આવીને ગરમીના આગમનને વધાવવા ધાબે પતંગ ચગાવે છે અને વિટામિન ‘ડી’ મેળવે છે. આજે ઉંધિયુ અને જલેબી કેમ વિસરાય? એની મહેફિલ તો ધાબે જ થાય ને!
ઉત્તરાયણમાં ‘કુંભદાન’ કરવામાં આવે છે. તેમાં તલસાંકળી[તલની ચીકી], બોર, સોપારી, મગ, ચોખા મુકવામાં આવે છે.
આ દિવસે ‘પુષ્કર’માં સ્નાનનો મોટો મહિમા છે.
‘પતંગ’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ ‘ઉડનારો’ થાય છે. હિન્દી સમાનાર્થી શબ્દ’ચીલ’ તેલુગુમાં ‘ગાલીયટમ’ નામે ઓળખાય છે. ‘કાઈટ’ શબ્દ કાઈટ નામના પક્ષી પરથી આવ્યો છે.
પતંગ ઉડાડવાની દોરી[માંજો] સુરતનો વખણાય છે.
ચીનમાં પતંગની શોધ પવનની દિશા જાણવા સૌ પ્રથમ થઈ હતી.
કોરિયામાં લોકો ચંદ્ર કેલેન્ડર અનુસાર નવા વરસની પ્રથમ પૂર્ણિમાએ પતંગ ચઢાવે છે.
પંજાબ અને કાશ્મીરમાં આ પર્વ લોહરી તરીકે ઓળખાય છે.
તુલસીદાસે પોતાની ચોપાઈમાં પતંગનો ઉલ્લેખ કર્યો છે.
‘કટ્ટ તિલંગી, નક્ષત્ર નાભા, સાહિલ નાવ તુફાન,
ડોલત શરાબી કહાં ગીરત, વો જાનત ભગવાન’
અર્થાત કપાયેલી પતંગ નક્ષત્ર, નાભા નાવ તુફાનમાં ડોલતો શરાબી ક્યાં જઈને પડશે તે ભગવાન જાણે.
ગુજરાતના અમદાવાદમાં હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તરીકે ઉજવાય છે.
બધા પર્વની તારીખો બદલાય છે પણ ઉત્તરાયણની તારીખ એક જ રહે છે તે 14મી જાન્યુઆરી છે.
ભગવાન શ્રી કૃષ્ણે પણ પતંગ ચઢાવ્યો હતો તેવા દાખલા મળી આવે છે.

આ કયો મહિનો ચાલે છે?


મહિનો એટલે અઠ્ઠાવીશથી એકત્રીશ દિવસ સુધીનો સમય, બે પખવાડિયાં જેટલો વખત, આખા વર્ષનો બારમો ભાગ, ત્રીસ દિવસનો વખત, બે પક્ષ અથવા ત્રીસ અહોરાત્રનો સમય. મહિનો એટલે માહ. મહિનો એટલે મન્થ, અંગ્રેજીમાં!
કાલગણના પ્રમાણે માસનું પ્રમાણ એવું છે કે: ૧૮ નિમિષ = કાષ્ટા, ૩૦ કાષ્ટા = કલા, ૩૦ કલા = ક્ષણ, ૩૦ ક્ષણ = મુહૂર્ત, ૩૦ મુહૂર્ત = અહોરાત્ર, ૧૫ અહોરાત્ર = પક્ષ અને ૨ પક્ષ = માસ.
માસના બે પ્રકાર છે: સૌરમાસ અને ચાંદ્રમાસ.
સૌરમાસ: સૂર્યની આસપાસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલા સમયનો એટલે એક સૌરવર્ષનો બારમો ભાગ. ૧. સૌરમાસ = ૩૦ દિવસ.
ચાંદ્ર માસ: પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થવાને જેટલો વખત લાગે તેને ચાંદ્રમાસ કહે છે. તેને ૨૯ દિવસ, ૧૨ કલાક, ૪૪ મિનિટ, ૨૮ સેકંડ અથવા ૨૯ દિવસ, ૩૧ ઘટિકા, ૫૦ પળ લાગે છે.
માસના પૌરાણિક નામ:
મધુ, માધવ, શુક, શુચિ, નભસ, નભસ્ય, ઈષા, ઉર્જા, સહસ, સહસ્ય, તપસ અને તપસ્યા
હિંદુઓના બાર માસનાં નામ:
કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આશ્વિન.
મુસલમાનોના બાર માસનાં નામ:
મોહરમ, સફર, રબીઉલ અબલ,. રબીઉલ આખર, જમાદી ઉલ અવલ, રજબ, જમાદી ઉલ આખર સાબાન, રમઝાન, સબાલ, જીલકાદ અને જીલહજ.
પારસીઓના બાર માસનાં નામ:
ફરવરદીન, અરદી બેહશ્ત, ખોરદાદ, તીર, અમદેદાદ, શહેરવર, મહેર, આવાં, આદર, દે, બહમન અને સફેદારમદ.
ખ્રિસ્તીઓના બાર માસનાં નામ:
જાન્યુઆરિ, ફેબ્રુઆરિ, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેંબર અને ડિસેંબર.

જાણવા જેવુ,

આપણો ભારત દેશ.
અનેક વિવિધતા ધરાવતો દેશ.
સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ.અન્ના હજારે ને ગાંધીજીની સમાધીપાસે ધ્યાન મા બેસવું પડે.સરકાર તેમને જેલમાં ધકેલે.અન્ના હજારેની સાથે ભારતના તમામ વર્ગના લોકો જોડાય.ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા.આ વાત કોઈ નાની નથી.આપણો દેશ અનેક રીધે વિવિધતા ધરાવે છે. આપણો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ.આ દેશના ગૌરવની વાત કરવમા હું નાનો છું.રાષ્ટ્રના વિકાસમાં તેની ઓળખ જરૂરી છે.ઇન્ડિયન એર લાઈન્સનો સિમ્બોલ વર્ષો થી એક  છે.અમુલડેરીનો સિમ્બોલમા એક નાની છોકરીનો છે.પારલેજી જેવી કંપનીનો પણ સિમ્બોલ એક જ છે.પ્રતીક એટલે સિમ્બોલ અથવા નિશાની.
મારે વાત કરવી છે.રાષ્ટ્રીય પ્રતીકોની.આ પ્રતીક શબ્દને આપણે નીશાની શબ્દના સમાનર્થી તરીકે ઓળખીયે છીએ. સામાજિક,માનસિક,શારીરિક,વહેવારિક,ભૌતિક,અરે હા,બૌધિક.....બૌધીકોએ લખ્યું છે કે ઇક અને ઇકા પ્રત્યય લાગે તો ઇ હસ્વ લેવી.પ્રતિક પણ લખાય છે.નિયમમાં એવું કેમ?અત્યારે તેની વાત નહીં. હા,પ્રતીક એટલે નિશાની.રાષ્ટ્રીય પ્રતીક એટલે રાષ્ટ્રની નિશાની.આપણા દેશમાં પણ તેના આગવા પ્રતીક છે.રાષ્ટ્રધ્વજને બનાવવા અને ફરકાવવા માટે અનેક નિયમો છે.આવા નિયમો તેનું ગૌરવ વધે અને આ ગૌરવ જળવાય તે માટે છે.
એક વખતણી વાત છે.આપણો દેશ આઝાદ થયો.તે વખતે સંદેશાવ્યહાર આજના જેવો ન હતો.આખા દેશમાં બધાજ પ્રદેશોમાં ખબર ન હતી કે ખરેખર આપણે આઝાદ થયા.આ કારણે ગોટાળા થયા હતા.લક્ષદ્વીપ ટાપુની આ વાત છે.તેણી પાસે મિનિકોચ ટાપુ પર આવું જોવા મળ્યું.વાત એમ બની કે ત્યાં દીવાદાંડી હતી. અહીંના અધિકારી ભારતીય હતા.તેમણે ભારતની આઝાદીની જાણ ન હતી.આ અધિકારીતો રોજ બ્રિટિશ યુનિયન જેક ફરકાવતો હતો.આવું છેક ૧૯૫૬ સુધી ચાલ્યું.અંગ્રેજોને આ વાતની ખબર પડી.આ ધ્વજ તેમણે સન્માન સાથે પરત લીધો.આજે પણ આ ધ્વજ બ્રિટિશ મ્યુસીયમમાં જોવા મળે છે.
રાષ્ટ્રગીત લખ્યું રવીન્દ્રનાથ ટાગોરે.કહેયાય છે કે જ્યોર્જપંચમ(પાંચમા) નામના રાજા ભારત આવ્યા ત્યારે તેમની સન્માનિત કરવા લખાયું હતું.મને તો આ ગીત ગમે છે. છે.આ ગીતને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવાનું ગમે છે.ગૌરવ એ વાતનું છે કે આ ગીતના સર્જક શ્રી રવીન્દ્રનાથ ટાગોરે બાંગલાદેશનું રાષ્ટ્ર ગીત પણ લખ્યું છે.બે રાષ્ટ્રગીતનું સર્જન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરવું ખૂબ મોટા સન્માનની વાત છે.UNO એ આ ગીતનીધૂન ને વિશ્વની લોકપ્રિય ધૂન તરીકે જાહેર કરી છે.
રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.પહેલા આ ગૌરવ સિંહ પાસે હતું.૧૯૭૦ પછી વાઘની સંખ્યા ઘટવા લાગી.તે પછી ભારત સરકારે ખાસ મિશનને અંતે સિંહને બદલે વાઘને આ સ્થાન પ્યું.કમળનુ ફૂલ રાષ્ટ્રીય પ્રતીક છે.ભારતીય જનતા પક્ષનું પ્રતીક પાંચ પાંખડીવાળુ છે.આ ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક મધ્યપ્રદેશના પાઠ્યપુસ્તાકોમાંછપાયું.તેનો વિવાદ પણ થયો.પુસ્તક પરત ખેચવું પડ્યું.આ પુસ્તક મારી પાસે છે.
ગુજરાતમાં જીવનજ્યોત સંસ્થા(જૂનાગઢ)ના સભ્યો ગુજરાતમાં સૌથી ઉંચી જગ્યાએ ૨૦૦૯ થી ધ્વજવંદન કરે છે.જુનાગઢનો ગીરનાર એટલે સૌથી ઉંચો.તેણી ટોચપર આ કામ કરનાર મિત્રો ૧,૧૩૭ મીટર ઝંડો ફરકાવે છે.આ કામમાં મીતેશભાઇ દવે અને તેમના દસ એક મિત્રો જોડાયા છે.આવા દેશ ભક્તોને મારા વંદન.

જાણવા જેવુ



☀~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવીશકે છે.
☀~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.
☀~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !
☀~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત 'મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે !
☀~> ફિલિપાઇન્સનિ ' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી માળો રાત્રે ચમકે !
☀~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
☀~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !
☀~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે !
☀~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથીપણ વધારે શબ્દો છે !
☀~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાયછે !
☀~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે, એક જજડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ? ન વાત કરી શકાય, ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !
☀~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !
☀~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે!
☀~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !
☀~> એલ્બેટ્રોસ નામનું પંખીએક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !
☀~> અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
☀~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ગણો ભારે છે.
☀~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજનકરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
☀~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
☀~> નેપોલીયન બિલાડીઓથી બહુડરતો !
☀~> સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડેજ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી,પણ શિકારીને પકડવાના દાંત હોય છે.
☀~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી૨૦૦ વર્ષનું ગણાય છે.
☀~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે.
☀~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
☀~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
☀~> લીમડાના ઝાડ ઉપર તીડ કદીહુમલો કરી,તેનો નાશ કરી શકતા નથી.

મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ

નામજન્મમૃત્યુ
મહારાણા પ્રતાપ૦૯/૦૫/૧૫૪૦૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી૧૯/૦૨/૧૬૩૦૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ૧૯/૧૧/૧૮૩૫૧૮૫૭
લોકમાન્ય ટિળક૨૩/૦૭/૧૮૫૬૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા૩૦/૧૦/૧૮૫૭૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા૨૪/૦૯/૧૮૬૧૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ૧૨/૦૧/૧૮૬૩૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર૧૯/૦૯/૧૮૬૭૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા૨૮/૧૦/૧૮૬૭૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી૦૨/૧૦/૧૮૬૯૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા૧૮૭૦૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ૧૫/૦૮/૧૮૭૨૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ૩૧/૧૦/૧૮૭૫૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા૧૫/૧૧/૧૮૭૫૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર૨૮/૦૫/૧૮૮૩૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા૦૭/૦૬/૧૮૮૮૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર૦૧/૦૪/૧૮૮૯૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ૧૬/૧૦/૧૮૮૯૧૯૫૬
ખુદીરામ બોઝ૦૩/૧૨/૧૮૮૯૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર૧૪/૦૪/૧૮૯૧૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ૨૩/૦૧/૧૮૯૭૧૮/૦૮/૧૯
રામપ્રસાદ બિસ્મિલ૧૧/૦૬/૧૮૯૭૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ૨૬/૧૨/૧૮૯૯૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન૨૨/૧૦/૧૯૦૦૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી૦૭/૦૭/૧૯૦૧૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી૦૨/૧૦/૧૯૦૪૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ૨૩/૦૭/૧૯૦૬૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ)૧૯/૦૨/૧૯૦૬૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ૨૮/૦૯/૧૯૦૭૨૩/૦૩/૧૯૩૧
બાબુ ગેનુ૧૯૦૮૧૨/૧૨/૧૯૩૦
મદનલાલ ધીંગરા૧૮/૦૯/૧૮૮૩૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા૦૩/૦૩/૧૯૧૦૧૨/૧૦/૧૯૬૭
કેપ્ટન લક્ષ્મી૧૦/૧૦/૧૯૧૨
પંડિત દીનદયાલ ઉપાધ્યાય૨૫/૦૯/૧૯૧૬૧૧/૦૨/૧૯૬૮