મંગળવાર, 24 જાન્યુઆરી, 2012

શોભાયાત્રા


'સપ્તરંગી કાર્યકમ'માં સરસ્વતીની શોભાયાત્રા ની આગેવાની કરતા બાળ ઝાંબજો
       શોભાયાત્રા માં બેન્ડ વગાડતા શાળા ના બાળકો
   શોભાયાત્રા નું આકર્ષણ -વિવિધ વ્યવસાયકારો
               વિદ્યા ની દેવી માં સરસ્વતી ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા
   બેનરો, ધજા.અને તિરંગા ના ત્રિવેણી સંગમ થી શોભતી શોભાયાત્રા
          સૌના આકર્ષણ સમા બાળ દેવતાઓ ને વંદન
            અંગ કસરત ના અવનવા ખેલ રજુ કરતા બાળ યુવાનો
 શોભાયાત્રા ની શોભા માં અભિવૃદ્ધિ કરતા ધોરણ એક ના બાળુડાઓ
 શોભાયાત્રા  ના અંત માં ખુશી થી જુમી ઉઠેલા શાળા ના ભૂલકાઓ
`
     પોતાના આનંદ ને પોતાની રીતે રજુ કરતુ વિદ્યાર્થી વુંન્દ

'ગ્રામ સ્વચ્છતા

 'ગ્રામ સ્વચ્છતા' સફાઈ કરવા થનગની રહેલ શાળા ના ભૂલકાઓ
         ' સફાઈ યુદ્ધ ખેલવા જતા સફાઈ  યોદ્ધા'
              સફાઈ અંગે નું માર્ગદર્શન આપતા શિક્ષક શ્રી
        ગ્રામ સ્વચ્છતા કરતા નાનેરા ભૂલકાઓ
      ગ્રામ લોકોને સફાઈ નું મહત્વ સમજાવતી નાની બાળાઓ

વેશભૂષા

રામ લક્ષ્મણ અને સીતા 
' મેરી ઝાંસી નહીં દુંગી' ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ
                                      'માં તુજે સલામ' ભારત માતા
                   વિદ્યા ની દેવી માં સરસ્વતી
                                             જગત નો તાત ખેડૂત
              વૃન્દાવનમાં રાસ રમતાં નટખટ કાન -ગોપી 
                              રામભકત શબરી 
       કૃષ્ણ ભક્તિ માં લીન ભકત નરસિહ મેહતા

નવીન પ્રયોગ

                             સનાળી પ્રા.શાળા ના શિક્ષક  મિત્રો દ્વારા શાળા ના ભૂલકાઓ માટે ગ્રામ લોકો ના સહયોગ થી 'સપ્તરંગી કાર્યકમ 'દરમિયાન બાળકો માટે સાત સાત દિવસ સુધી સરસ મજાના ભોજન ની વ્યવસ્થા કરી.અત્રેની તસ્વીરમાં દૂધપાક પૂરી નું સ્વાદિષ્ઠ ભોજન આરોગતા બાળકો અને તેમને આનંદ થી જમાડતો શાળા પરિવાર અને  ગામ ના યુવાનો .



     

        ગરમા ગરમ ગોટા અને  ભજીયા કોને ભાવે?અત્રેની તસવીરમાં ગોટા લેવા લીને માં ઉભેલ શાળા ના નાનેરા બાળ ભૂલકાઓ અને તેને આનંદ થી જમાડતા ગ્રામજનો.

                                                                  .                              સપ્તરંગી કાર્યકમ  ના વૈવીધય્સભર તિથી ભોજન ના ઉપકર્મે અંતિમ દિવસ નું તિથી ભોજન 'દાબેલી' બનાવવામાં મશગુલ યુવાનો              

મંગળવાર, 17 જાન્યુઆરી, 2012

સાપ નિદર્શન

 સનાળી પ્રાશાળા ની 'પ્લેટીનમ જુયબીલી'મહોત્સવ ના ઉપકર્મે 'સપ્તરંગી કાર્યકમ 'માં સાપ નિદર્શન નું આયોજન કરેલ .જેમાં હીગોલગઢ પક્ષી અભ્યારણ માંથી આવેલ વી.ડી.બાલા સાહેબ દ્વારા સાપ વિશે ની વિગતે વાત કરવામાં આવી.
            જેમાં ઝેરી અને બિન ઝેરી સાપ ની વાત ,સાપ ની કુલ ૫૨ જાતી માંથી માત્ર ૪ જાતી જ ઝેરી છે.બાકીના બધા બિન  ઝેરી સાપ છે.ઉપરાંત સાપ એ ખેડૂત નો મિત્ર છે.સાપ ના કરડવાથી ભય ના કારણે લોકોના થતા મરણ ને અટકવા વિશેની વાત કરી.બાળકો અને ગ્રામ લોકોને સાપ પકડાવીને સાપ નો ભય દુર કર્યો.અહી ની તસ્વીરમાં શાળાનો ધોરણ ૭ નો વિદ્યાર્થી ગળામાં સાપ પહેરીને ઉભો છે.       
             આજ કાર્યકમ વખતે પર્યાવરણ જાગૃતિ અનવ્યે કુદરત ના ખોળે વિહરતું ચકલી જેવું ઘર આગનાંનું પક્ષી ચકલી જયારે વિલુપ્ત થવાના આરે છે ત્યારે ચકલી જેવા પક્ષી નો કેકારવ ભરી ઘર ઘર માં ગુજતો થાય તે માટે સાહેબ શ્રી દ્વારા સુંદર વાત કરવામાં આવી. દરેક બાળક અને ગ્રામ જનોએ ચકલી ના માળાની ખરીદી કરી.